મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સરકારની ટ્રાન્સપ્લાન્ટ યુનિવર્સિટીની બેદરકારી આવી સામે, કોંગ્રેસ નેતાના આક્ષેપ

સરકારની ટ્રાન્સપ્લાન્ટ યુનિવર્સિટીમાં બેદરકારીની પોલ ખુલી હોવાનું સામે આવ્યું છે. કેગના અહેવાલમાં મોટો ખુલાસો થયો

સરકારની ટ્રાન્સપ્લાન્ટ યુનિવર્સિટીમાં બેદરકારીની પોલ ખુલી હોવાનું સામે આવ્યું છે. કેગના અહેવાલમાં મોટો ખુલાસો થયો હોવાનું સામે આવી રહ્યું છે. ગુજરાત યુનિવર્સિટી ઓફ ટ્રાન્સપ્લાન્ટ સાયન્સ(GUTS)ની બેદરકારી સામે આવી છે. મંજૂરી લીધા વિના જ ફેલોશીપ કોર્સ ચલાવવામાં આવ્યા હતા. ચારમાંથી ત્રણ ફેલોશીપ કોર્સને મંજૂરી લીધા વિના ચલાવ્યા હતા. આ ફેલોશીપ કોર્સ નેશનલ મેડિકલ કાઉન્સિલની મંજૂરી વિના ચલાવ્યા હતા.

ચાર ફેલોશીપ કોર્ષમાં 2015થી 2025 સુધી 25 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો હતો. 8 વર્ષમાં સુપર સ્પેશિયાલિટી કોર્સમાં માત્ર 6 ડોક્ટરો જ તૈયાર થયા છે તેવો કોંગ્રેસના પ્રવક્તા પાર્થિવરાજ કઠવાડિયાએ આક્ષેપ કર્યો છે. GUTSમાં મળતીયા અને લાયકાત વિનાના લોકોની ભરતી કરવામાં આવી છે. રજિસ્ટ્રાર કમલ મોદીને રજિસ્ટ્રાર સહિત અન્ય બે ચાર્જ અપાયા છે. GUTSમાં એન્જીનીયરને પરીક્ષા નિયામક બનાવી દેવામાં આવ્યા છે. આખી યુનિવર્સિટી ઇન્ચાર્જથી ચાલે છે. ઇન્ચાર્જ કુલપતિ પ્રાંજલ મોદીએ લાયકાત વગરના પોતાના મળતીયાઓની ગોઠવણ કરી હોવાનો પણ વિપક્ષ નેતા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો.

આ સમાચાર શેર કરો