VIDEO: કેરળ મજૂરી જતા મુસાફરને રિક્ષામાં ખેંચી રૂ. ૭,૫૦૦ની લૂંટ ચલાવનાર બે સામે ગુનો દાખલ
અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન ઇન ગે

અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન ઇન ગેટ પાસે આવેલા બેલુર ગેસ્ટ હાઉસ નજીક રાજસ્થાનથી આવેલા અને કેરળ મજૂરી કામે જઈ રહેલા હુકમસિંહ પરમાલસિંહ નામના મુસાફરને નિશાન બનાવી લૂંટની ગંભીર ઘટના બની છે. રાજસ્થાનથી ખાનગી બસમાં અમદાવાદ આવ્યા બાદ કેરળની ટ્રેન પકડવા જઈ રહેલા આ મુસાફરને બે અજાણ્યા શખ્સોએ બળજબરીથી રિક્ષામાં ખેંચીને મોઢા પર ફેટો મારી તેમના ખિસ્સામાંથી રૂ. ૭,૫૦૦ રોકડા લૂંટી લીધા હતા. આ ઘટનામાં લૂંટારુઓની રિક્ષાનો નંબર GJ 27 T 7471 સામે આવ્યો છે, જેના આધારે કાલુપુર પોલીસે બે અજાણ્યા રિક્ષાચાલકો સામે ગુનો નોંધીને આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસના ચક્રો સઘનપણે ગતિમાન કર્યા છે.




