VIDEO: સમયસર વીજપ્રવાહ બંધ કરાતા મોટી દુર્ઘટના ટળી, સ્થાનિકોમાં ચકચાર
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ધનોલી ગામે એક વ્યક્તિ અચાનક જેટકોના ઊંચા ઇલેક્ટ્રિક ટાવર પર ચડી જ

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ધનોલી ગામે એક વ્યક્તિ અચાનક જેટકોના ઊંચા ઇલેક્ટ્રિક ટાવર પર ચડી જતા સ્થાનિકોમાં ચકચાર મચી હતી. વ્યક્તિ ટાવર પર ચડી જતાં ઘટનાસ્થળે લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જેટકો તંત્રને જાણ કરવામાં આવી હતી. જેટકો દ્વારા તાત્કાલિક વીજપ્રવાહ બંધ કરી દેવામાં આવતા મોટી દુર્ઘટના ટળી હતી અને વ્યક્તિનો જીવ બચી ગયો હતો. કોઈ કારણસર વ્યક્તિ ટાવર પર ચડી ગયો હોવાનું જાણવા મળ્યું છે. પ્રાથમિક ચર્ચા મુજબ વ્યક્તિ માનસિક તણાવમાં હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, ટાવર પર ચડવાનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી. ઘટનાને પગલે સ્થાનિકોમાં ભારે ચિંતા જોવા મળી હતી.




