VIDEO: રત્નકલાકારોની રેલી, ભાવ વધારો અને સમયસર પગારની માંગ
તળાજા તાલુકામાં ભાવ વધારો અને સમયસર પગારની માંગ સાથે હડતાળ પર ઉતરેલા રત્નકલાકારોએ આજે ભવ્ય રેલી યોજી હતી

તળાજા તાલુકામાં ભાવ વધારો અને સમયસર પગારની માંગ સાથે હડતાળ પર ઉતરેલા રત્નકલાકારોએ આજે ભવ્ય રેલી યોજી હતી. મોટી સંખ્યામાં રત્નકલાકારો ‘રત્નકલાકાર એકતા ઝિંદાબાદ’ના નારા સાથે ગોપનાથ રોડથી રેલી કાઢી ગાંધીજીના પુતળાને પુષ્પાંજલિ અર્પણ કરી મામલતદાર કચેરી પહોંચ્યા હતા. પોલીસ પરમિશન સાથે યોજાયેલી આ શાંતિપૂર્ણ રેલી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહી હતી. રત્નકલાકારોએ મામલતદારને આવેદનપત્ર આપી યોગ્ય મહેનતાણું અને સમયસર પગાર સહિત પોતાની આર્થિક સ્થિતિ સુધારવાની માંગ કરી હતી. હવે રત્નકલાકારોની માંગને લઈને તંત્ર અને કારખાનેદારો શું નિર્ણય લે છે તેના પર સૌની નજર છે.

