VIDEO: તમિલનાડુ / ચેન્નાઈમાં વિજયના નિવાસસ્થાને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો
તમિલનાડુ વિધાનસભા ચૂંટણીમાં TVK પક્ષે ૨૩૪માંથી ૧૦૮ બેઠકો જીતી સૌથી મોટા પક્ષ તરીકે ઉભ
તમિલનાડુ વિધાનસભા ચૂંટણીમાં TVK પક્ષે ૨૩૪માંથી ૧૦૮ બેઠકો જીતી સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવતા ચેન્નાઈમાં વિજયી ઉમેદવાર વિજયના નિવાસસ્થાને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ ઐતિહાસિક સફળતા પર વિજયના પિતા એસ.એ. ચંદ્રશેખરે ગર્વ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, તેમના પુત્રમાં છેલ્લા બે વર્ષથી મુખ્યમંત્રી બનવાનો અદભૂત આત્મવિશ્વાસ હતો. કોઈપણ ગઠબંધન વગર પોતાના દમ પર લડીને મેળવેલી આ જીતને તેમણે વિજયનું સાહસ અને ઐતિહાસિક સિદ્ધિ ગણાવી હતી. પેરમ્બુર બેઠક પરથી વિજયી થયેલા વિજયને તેમના પિતાએ ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી, જ્યારે રાજ્યમાં TVKની આ જીતે નવા રાજકીય સમીકરણો રચ્યા છે.
જાહેરાત







