Video: મહિલા સશક્તિકરણ

સોર્સ: gstv

તમિલનાડુના ઇરોડ જિલ્લામાં આયોજિત મહાલિર થિદ્દમ કાર્યક્રમમાં મુખ્યમંત્રી જોસેફ વિજયે ખાસ હાજરી આપી હતી. આ પ્રસંગે તેમણે મહિલાઓના આર્થિક અને સામાજિક સશક્તિકરણ માટે રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અને આજીવિકા સહાય અંગે વિગતવાર ચર્ચા કરી હતી. મુખ્યમંત્રીશ્રીનું સ્થાનિક મહિલા જૂથો અને પદાધિકારીઓ દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન સ્વાવલંબી મહિલા સાહસિકોને પ્રોત્સાહક સહાય અને કિટ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ યોજના માધ્યમથી મહિલાઓને આત્મનિર્ભર બનાવી રાજ્યના વિકાસમાં સહભાગી બનાવવાનો દ્રઢ સંકલ્પ વ્યક્ત કરાયો હતો.

આ સમાચાર શેર કરો

જાહેરાત