VIDEO: પીએમ મોદીના વડોદરા પ્રવાસને લઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 8 સપ્ટેમ્બરના વડોદરા પ્રવાસને લઈને પોલીસ તંત્રએ સુરક્ષાની તૈયારીઓ તેજ કર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 8 સપ્ટેમ્બરના વડોદરા પ્રવાસને લઈને પોલીસ તંત્રએ સુરક્ષાની તૈયારીઓ તેજ કરી છે. એરપોર્ટથી પેવેલિયન સુધીના સમગ્ર માર્ગ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાશે. સુરક્ષા માટે જોઈન્ટ સીપી, એડિશનલ સીપી, 11 ડીસીપી, 17 એસીપી અને 200 જેટલા પીઆઈ સહિત અંદાજે 2 હજાર પોલીસ જવાનો તૈનાત રહેશે. વડાપ્રધાનની જાહેરસભાને પગલે સંવેદનશીલ સ્થળો અને માર્ગો પર ખાસ નજર રાખવામાં આવી રહી છે. ટ્રાફિક વ્યવસ્થા માટે જરૂરી ડાયવર્ઝન અને પાર્કિંગનું આયોજન પણ કરવામાં આવ્યું છે.




