Video: સુરતમાં નવનિર્મિત ટાંકી ધરાશાયી થતાં ત્રણ શ્રમિક ઇજાગ્રસ્ત, સ્થાનિકોએ કર્યો ભ્રષ્ટાચારનો આક્ષેપ

સુરત જિલ્લાના અરેઠના તડકેશ્વર ગામે નવી બનાવેલી પાણીની ટાંકી ધરાશાયી થતા ત્રણ શ્રમિક ઈજાગ્

સુરત જિલ્લાના અરેઠના તડકેશ્વર ગામે નવી બનાવેલી પાણીની ટાંકી ધરાશાયી થતા ત્રણ શ્રમિક ઈજાગ્રસ્ત થયા છે.  ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. ઉપયોગમાં લેવાય તે પહેલા જ ટાંકી જમીનદોસ્ત થતા સ્થાનિકોમાં રોષની લાગણી ફેલાઈ ગઈ છે, સાથે ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા છે. આ ટાંકીની પાણી સંગ્રહની ક્ષમતા 11 લાખ લીટરથી વધુ હતી. ટાંકીમાં 9 લાખ લીટર પાણી ભર્યું હોવાની વાત સામે આવી હતી. 

આ સમાચાર શેર કરો

જાહેરાત