VIDEO: ગુજરાતમાં ૨૦૨૭માં સત્તા પરિવર્તન થશે: કોંગ્રેસનો હુંકાર
કોંગ્રેસ પક્ષે ગાંધીનગર કોર્પોરેશન ચૂંટણીને લઈને આક્રમક રણનીતિ અપનાવી છે અને કાર્યકર્તાઓને ઘરોઘ

કોંગ્રેસ પક્ષે ગાંધીનગર કોર્પોરેશન ચૂંટણીને લઈને આક્રમક રણનીતિ અપનાવી છે અને કાર્યકર્તાઓને ઘરોઘર સંપર્ક અભિયાન શરૂ કરવા આહ્વાન કર્યું છે. માંજલપુર પેટાચૂંટણીમાં વોટ શેર ૧૮ ટકા વધ્યાનો દાવો કરતા કોંગ્રેસે જણાવ્યું છે કે જનતા હવે રાજ્યમાં પરિવર્તન ઈચ્છી રહી છે. સચિવાલય અને સત્તાધીશોના કથિત ભ્રષ્ટાચાર સામે ખેડૂતો, યુવાનો તથા આદિવાસીઓના પ્રશ્ને સડકથી લઈને ગૃહ સુધી આંદોલન તેજ કરાશે. રાહુલ ગાંધીના નેતૃત્વમાં રાહ જોઈ રહેલી કોંગ્રેસ પક્ષે આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આગામી ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ સત્તાના પાયામાંથી હલી જશે અને કોંગ્રેસ વિજયી બનીને ટ્રેઝરી બેન્ચ પર બેસશે.




