દક્ષિણના રાજકારણમાં મોટી સુનામી! TVK અને કોંગ્રેસ આવ્યા સાથે, આ નવા ગઠબંધનથી બદલાઈ જશે આખો ખેલ!

તમિલનાડુમાં મુખ્યમંત્રી સી. જોસેફ વિજયની આગેવાની હેઠળ સહયોગી પક્ષોએ પોતાના નવા રાજકીય ગઠબંધનના નામની જાહેરાત કરી છે. તમિલનાડુ કોંગ્રેસ કમિટી (TNCC) ના પ્રમુખ બી. મણિકમ ટાગોરે જણાવ્યું કે, આ ગઠબંધન રાજ્યના અધિકારોની લડાઈ લડશે અને આગામી પેટાચૂંટણીઓમાં પણ મેદાનમાં ઉતરશે.
ગઠબંધનનું નામ શું રાખવામાં આવ્યું?
મુખ્યમંત્રી અને TVK પ્રમુખ સી. જોસેફ વિજયની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠક બાદ બી. મણિકમ ટાગોરે જણાવ્યું કે ગઠબંધનને 'સેક્યુલર, સોશિયલ જસ્ટિસ, વિક્ટ્રી ફ્રન્ટ' (Secular, Social Justice, Victory Front) નામ આપવામાં આવ્યું છે. તેમણે દાવો કર્યો કે, આ નામમાં જ ગઠબંધનની મૂળ વિચારધારા અને રાજકીય એજન્ડા સ્પષ્ટ થાય છે. આ મોરચામાં રાજ્યના હક અને અધિકારો માટે લડતા તમામ પક્ષોને સાથે લાવવામાં આવ્યા છે.
શું પેટાચૂંટણી પણ લડશે આ ગઠબંધન?
TNCC પ્રમુખે સ્પષ્ટ કર્યું છે કે, આ નવું ગઠબંધન આગામી પેટાચૂંટણીઓમાં સંપૂર્ણ તાકાતથી ઝંપલાવશે. જોકે, ઉમેદવારો કે સીટોની વહેંચણી અંગે હજુ સુધી કોઈ સત્તાવાર વિગતો જાહેર કરવામાં આવી નથી. ગઠબંધનની આ ઔપચારિક જાહેરાત બાદ તમિલનાડુના રાજકારણમાં નવી વ્યૂહરચનાઓ અંગે ચર્ચાઓ ગરમાઈ છે.
વિજયના નેતૃત્વમાં સહયોગી પક્ષો એકજૂટ
બુધવારે યોજાયેલી આ બેઠકને રાજકીય દ્રષ્ટિકોણથી અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. ગઠબંધનના નામમાં 'ધર્મનિરપેક્ષતા' (Secular) અને 'સામાજિક ન્યાય' (Social Justice) જેવા મુદ્દાઓને પ્રાધાન્ય આપીને ભવિષ્યની રાજકીય દિશાનો સ્પષ્ટ સંકેત આપવામાં આવ્યો છે.

