Video:સુરતમાં મીટર પેટીમાં આગ લાગતા મચી અફરાતફરી, લોડિંગ વધતાં આગ લાગ્યાનું અનુમાન
સુરતમાં અવારનવાર આગ લાગવાના બનાવો બની રહ્યાં છે. ત્યારે વરાછા વિસ્તારમાં આવેલી મીની બજારમાં આગનો બનાવ સામે

સુરતમાં અવારનવાર આગ લાગવાના બનાવો બની રહ્યાં છે. ત્યારે વરાછા વિસ્તારમાં આવેલી મીની બજારમાં આગનો બનાવ સામે આવ્યો હતો. મીની બજાર વિસ્તારમાં મીટર પેટીમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જો કે, આગ લાગ્યા અંગે તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. જો કે, ફાયર વિભાગ દ્વારા ઘટના સ્થળે પહોંચી આગ બુજાવવામાં આવી હતી. આગનો બનાવ પ્રાથમિક તબક્કે લોડિંગ વધી જતા સર્જાયો હોવાનું પ્રાથમિક અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે.




