મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ડાંગ જિલ્લામાં અચાનક વાતાવરણ બદલાયું, ઝરમર વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી

હવામાન વિભાગની આગાહી મુજબ ડાંગ જિલ્લામાં અચાનક વાતાવરણ બદલાયું છે. સાપુતારા સહિતના વિસ્તારોમાં વાદળછાયા આકાશ વ

તસવીર: gstv

હવામાન વિભાગની આગાહી મુજબ ડાંગ જિલ્લામાં અચાનક વાતાવરણ બદલાયું છે. સાપુતારા સહિતના વિસ્તારોમાં વાદળછાયા આકાશ વચ્ચે ઝરમર વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. ઘાટમાર્ગ પર ગાઢ ધુમ્મસને કારણે વિઝિબિલિટી ઘટીને શૂન્ય થઈ જતાં વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. જોકે, આ બદલાયેલા મોસમનો આનંદ લેવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ ટેબલ પોઈન્ટ અને સનરાઈઝ પોઈન્ટ પર ઉમટી પડ્યા છે. એક તરફ પ્રવાસીઓમાં ઉત્સાહ છે, તો બીજી તરફ કમોસમી વરસાદની આગાહીને પગલે ખેડૂતોમાં પાકને નુકસાન થવાની ચિંતા વ્યાપી ગઈ છે.

આ સમાચાર શેર કરો