મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: SVP હોસ્પિટલમાં ગંદકીને લઈને મનપા સફાઈ એજન્સીને નોટિસ ફટકારશે. હોસ્પિટલના ચેરમેન દરમિયાન ગંદકી જોવા મળી

SVP હોસ્પિટલમાં ગંદકીને

તસવીર: gstv

SVP હોસ્પિટલમાં ગંદકીને લઈને મનપા સફાઈ એજન્સીને નોટિસ ફટકારશે. હોસ્પિટલના ચેરમેન અને સભ્યોના રાઉન્ડ દરમિયાન વિવિધ સ્થળોએ ગંદકી જોવા મળતા તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. આ અંગે સફાઈ એજન્સીને નોટિસ ફટકારીને ખુલાસો માંગવામાં આવશે. હોસ્પિટલમાં સફાઈ સહિતની અન્ય સમસ્યાઓ અંગે ફરિયાદ કરવા માટે QR કોડ પણ મૂકવામાં આવ્યો છે. હવે કોઈપણ વ્યક્તિ સફાઈ કે અન્ય બાબતને લઈને QR કોડ મારફતે ફરિયાદ કરી શકશે. ફરિયાદ મળ્યા બાદ જ્યાં સુધી સમસ્યાના નિરાકરણના ફોટોગ્રાફ્સ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી ફરિયાદનો નિકાલ ન કરવા સૂચના આપવામાં આવી છે. આ સમગ્ર મામલે હોસ્પિટલ કમિટીના ચેરમેન ચાંદની પટેલે મહત્વની માહિતી આપી છે.

આ સમાચાર શેર કરો