VIDEO: મેઘરાજાના મંડાણ વચ્ચે પણ હક માટે આદિવાસીઓની લડત મક્કમ
સાગબારામાં જંગલ જમીન મેળવવાની માગ સાથે આદિવાસીઓનો અહિંસક સત્યાગ્રહ આજે પા

સાગબારામાં જંગલ જમીન મેળવવાની માગ સાથે આદિવાસીઓનો અહિંસક સત્યાગ્રહ આજે પાંચમા દિવસે પણ યથાવત રહ્યો છે. ગઈરાતથી શરૂ થયેલા ધોધમાર વરસાદ અને વિપરીત પરિસ્થિતિઓ છતાં આદિવાસીઓ પોતાની જમીન ખેડવાના અધિકાર માટે ધરણા પર મક્કમપણે બેસી રહ્યા છે. આંદોલનકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી સરકાર તરફથી જમીનનો હક નહીં મળે ત્યાં સુધી તેમની આ લડત અટકશે નહીં.



