VIDEO: મહારાષ્ટ્ર્માં પાલખી યાત્રામાં દુર્ઘટના, મહેસૂલ મંત્રીએ હોસ્પિટલમાં જઈ વારકરીઓના ખબર-અંતર પૂછ્યા
મહારાષ્ટ્રના પુણે જિલ્લાના જેજુરી ખાતે પાલખી પ્રસ્થાન દરમિયાન સર્જાયેલા એક અકસ્માત

મહારાષ્ટ્રના પુણે જિલ્લાના જેજુરી ખાતે પાલખી પ્રસ્થાન દરમિયાન સર્જાયેલા એક અકસ્માતમાં અનેક વારકરીઓ ઈજાગ્રસ્ત થયા હોવાના દુઃખદ સમાચાર સામે આવ્યા હતા . આ દુર્ઘટનાને પગલે મહારાષ્ટ્રના મહેસૂલ મંત્રી ચંદ્રશેખર બાવનકુળેએ તાત્કાલિક હોસ્પિટલની મુલાકાત લીધી હતી. તેમણે સારવાર લઈ રહેલા તમામ ઈજાગ્રસ્ત વારકરીઓ અને તેમના પરિવારજનોને મળીને ખબર-અંત પૂછ્યા હતા અને સાંત્વના પાઠવી હતી. મંત્રી બાવનકુળેએ હાજર તબીબોને તમામ ઘાયલોને ઝડપી અને ઉત્તમ સારવાર મળી રહે તે માટે જરૂરી સૂચનાઓ આપી હતી, તેમજ સરકાર તરફથી તમામ શક્ય મદદ કરવાની ખાતરી પણ આપી હતી.




