VIDEO: AHMEDABAD મનપાની ચૂંટણીમાં ખાડિયા વોર્ડના પરિણામોએ સૌને ચોંકાવી દીધા
અમદાવાદ મહાપાલિકાની ચૂંટણીમાં મોટો ઉલટફેર જોવા મળ્યો છે. ખાડિયામાં ક

અમદાવાદ મહાપાલિકાની ચૂંટણીમાં મોટો ઉલટફેર જોવા મળ્યો છે. ખાડિયામાં કોંગ્રેસની ઐતિહાસિક ક્લિન સ્વિપ કરતા ભાજપનો વર્ષો જૂનો અભેદ્ય ગઢ ધરાશાયી થયો છે. અમદાવાદ મનપાની ચૂંટણીમાં ખાડિયા વોર્ડના પરિણામોએ સૌને ચોંકાવી દીધા છે. 55 વર્ષમા પહેલી વખત ખાડિયામાં ભાજપની આખી પેનલ હારી ગઈ છે. ખાડીયામાં કોંગ્રેસના ઉમેદવાર મીના નાયક, બિરજુબેન ઠક્કર, ધ્રુવ કલાપી અને મોહમ્મદ ઇલિયાસ પઠાણની જીત થઈ છે..આ જીતને લઈને કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ પ્રતિક્રિયા આપતા કોંગ્રેસની મોટી જીત ગણાવી..

