VIDEO: સ્થિતિને કાબૂમાં લેવા પોલીસે છોડયા ટિયરગેસના સેલ
કોકરોચ જનતા પાર્ટીની માર્ચ સંસદ ભવન નજીક પહોંચી ગઇ છે. પોલીસે તેમને રોકવા માટે સંસદ પાસે ટિયર ગ

કોકરોચ જનતા પાર્ટીની માર્ચ સંસદ ભવન નજીક પહોંચી ગઇ છે. પોલીસે તેમને રોકવા માટે સંસદ પાસે ટિયર ગેસનો ઉપયોગ કર્યો અને તમામ ગેટ્સ પાસે સુરક્ષા વધારી દેવામાં આવી હતી.. નીટ પેપર લીક મુદ્દે, સોનમ વાંગચૂકના સમર્થનમાં અને શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગ સાથે વિરોધ પ્રદર્શન કરવા માટે આવેલા પ્રદર્શનકારીઓની પોલીસે દોડાવી દોડાવી અટકાયત કરી હતી.. આ પહેલા સવારે 10 વાગ્યે પોલીસે જંતર-મંતર પર કોકરોચ જનતા પાર્ટીના પ્રદર્શનકારીઓ પર લાઠીચાર્જ કર્યો હતો. જેના કારણે ઘણા લોકોને ઈજાઓ થઈ છે અને અનેક પ્રદર્શનકારીઓને માથામાં ભારે ઈજા પહોંચી હતી. જોકે, પોલીસે આ વાતનો ઇનકાર કર્યો છે. ભાજપ હાય હાય અને ધર્મેન્દ્ર પ્રદાન રાજીનામું આપે તેવી માગ સાથે પ્રદર્શનકારીઓ બેનર સાથે રસ્તો પર આવી ગયા હતા. જેથી ACP સહિતના અધિકારીઓએ પ્રદર્શનકારીઓને વિરોધ કરતા અટકાવવામાં આવ્યા હતા. તેમજ DCP સહિત મોટી સંખ્યામાં પોલીસ કાફલો પણ ઉતારી દેવામાં આવ્યો છે.




