VIDEO: ભારે વરસાદની સ્થિતિને જોતાં તમામ શાળા-કોલેજો બંધ રાખવા નિર્ણય
વલસાડ જિલ્લામાં ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટરે મહત્વનો નિર્

વલસાડ જિલ્લામાં ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટરે મહત્વનો નિર્ણય લીધો છે. વરસાદના કારણે બુધવારે જિલ્લામાં તમામ શાળાઓ અને કોલેજો બંધ રાખવાનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને શિક્ષણ સંસ્થાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. તંત્ર દ્વારા લોકોને સાવચેતી રાખવા અને જરૂરી ન હોય તો બહાર નીકળવાનું ટાળવા અપીલ કરવામાં આવી છે.




