VIDEO: નવીન પટનાયકની અધ્યક્ષતામાં બેઠક
ઓડિશાની રાજધાની ભુવનેશ્વરમાં બિજુ જનતા દળ ના અધ્યક્ષ નવીન પટનાયકની અધ્યક્ષતામાં પક્ષના સંસદીય દળની એક મહત્વની બેઠક

ઓડિશાની રાજધાની ભુવનેશ્વરમાં બિજુ જનતા દળ ના અધ્યક્ષ નવીન પટનાયકની અધ્યક્ષતામાં પક્ષના સંસદીય દળની એક મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં આગામી સંસદ સત્ર દરમિયાન પક્ષની વ્યૂહરચના અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. નવીન પટનાયકે પક્ષના તમામ સાંસદોને ઓડિશાના હિતો, વિશેષ રાજ્યનો દરજ્જો અને કેન્દ્રીય ભંડોળ જેવા મહત્વના મુદ્દાઓને સંસદમાં મજબૂતીથી ઉઠાવવા માટે આદેશ આપ્યા હતા. પક્ષ આંતરિક રીતે મજબૂત બને અને જનતાના પ્રશ્નોને યોગ્ય પ્લેટફોર્મ મળે તે બાબત પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. વિપક્ષમાં બેઠા પછી પક્ષની આ નવી રણનીતિ રાજકીય રીતે ખુબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.




