મુખ્ય સામગ્રી પર જાઓ
વીડિયો

VIDEO: જ્યારે આંખની સામે દેખાયું મોત, કેમેરામાં કેદ થઇ જીવનની 7 અંતિમ ક્ષણ

જ્યારે મોત તમને આંખની સામે દેખાય તો તમે શું કરો? આવી જ કેટલીક ઘટનાઓ વિશે અમે તમને જણાવી રહ્યાં છીએ જ્ય

VIDEO: જ્યારે આંખની સામે દેખાયું મોત, કેમેરામાં કેદ થઇ જીવનની 7 અંતિમ ક્ષણ

જ્યારે મોત તમને આંખની સામે દેખાય તો તમે શું કરો? આવી જ કેટલીક ઘટનાઓ વિશે અમે તમને જણાવી રહ્યાં છીએ જ્યારે મોત પહેલાની છેલ્લી ક્ષણો કેમેરામાં કેદ થઇ ગઇ હતી.

1. ચીનની યાંગત્ઝે નદીના બ્રિજ પરથી એક યુવકના યુવતી સાથે સંબંધ તૂટી ગયા બાદ એપ્રિલ 2024માં કૂદકો માર્યો હતો. આ ઘટનાને ત્યાં હાજર લોકોએ પોતાના ફોનમાં કેદ કરી લીધી હતી. આ ઘટનામાં યુવકનું મોત થયું હતું.

2.જેમ્સ રેલ નામનો વ્યક્તિ તેની પૂર્વ ગર્લફ્રેન્ડના ઘરમાં ઘૂસવાનો પ્રયાસ કરે છે. આ દરમિયાન ગર્લફ્રેન્ડના પિતા તેને ગોળી મારે છે જે બાદ જેમ્સનું મોત થઇ જાય છે. આ આખી ઘટના ઘરની બહાર લાગેલા સીસીટીવી ફૂટેજમાં કેદ થઇ ગઇ હતી.

3. એક હેલિકોપ્ટર વાયર સાથે ટકરાઇને ક્રેશ થઇને જમીન પર પડે છે અને તેમાં આગ લાગે છે. આ ઘટનામાં પાયલોટ જોશુઆ હોલીનું મોત થાય છે. આ આખી ઘટના ડેશકેમ કેમેરામાં કેદ થઇ હતી.

4. દોડીને રોડ ક્રોસ કરવા જતા એક યુવકને પાછળથી ફૂલ સ્પિડમાં આવતી પિકઅપ વાન ટક્કર મારે છે. જે બાદ યુવક હવામાં ઉછળે છે અને જમીન પર પટકાય છે. જે બાદ તેનું મોત થાય છે.
 
https://twitter.com/ShiponKazi009/status/1853286221658898747

5.  એક પાર્ટી દરમિયાન પિતા પોતાની બંદૂક લઇને હવામાં ફાયરિંગ કરે છે. તે બાદ બાળક પણ પોતાના પિતાની જેમ જ બંદૂક લઇને હવામાં ફાયરિંગ કરવા જાય છે. આ દરમિયાન બંદૂકની ગોળી તેના પિતાને લાગતા તેમનું ઘટનાસ્થળે જ મોત થાય છે.

આ પણ વાંચો: એ 11 ઘટનાઓ, જે કેમેરામાં કેદ થયા બાદ લોકો માટે બની ગઈ અંતિમ ક્ષણ, અમેરિકાના રાષ્ટ્રપતિ પણ સામેલ!

6. અમેરિકાના લગૂન એમ્યુઝમેન્ટ પાર્કમાં 14 ઓગસ્ટ 2021ના રોજ એક યુવક રોપ વેમાં લટકીને મજા માણતો હોય છે ત્યારે આ એક મજા તેના માટે સજા બની જાય છે. રોપ વે પરથી આ યુવક સીધો જ જમીન પર પટકાય છે અને તેનું મોત થઇ જાય છે.

7.ડેલ્ટા પ્લેનના એન્જિનની અંદર મૃત મળી આવેલા એક વ્યક્તિની અંતિમ ક્ષણો કેપ્ચર કરવામાં આવી હતી. અમેરિકામાં પાર્ક સિટીની 30 વર્ષીય વ્યક્તિનું નવા વર્ષના દિવસે જ એરક્રાફ્ટના ટર્બાઇનમાં ચઢી જતાં મોત થયું હતું.

આ સમાચાર શેર કરો