મુખ્ય સામગ્રી પર જાઓ
વીડિયો

એ 11 ઘટનાઓ, જે કેમેરામાં કેદ થયા બાદ લોકો માટે બની ગઈ અંતિમ ક્ષણ, અમેરિકાના રાષ્ટ્રપતિ પણ સામેલ!

એક ભૂલ ક્યારેક ભારે પડી શકે છે.વિશ્વમાં કેટલીક એવી ઘટનાઓ બની છે જેમ

એ 11 ઘટનાઓ, જે કેમેરામાં કેદ થયા બાદ લોકો માટે બની ગઈ અંતિમ ક્ષણ, અમેરિકાના રાષ્ટ્રપતિ પણ સામેલ!

એક ભૂલ ક્યારેક ભારે પડી શકે છે.વિશ્વમાં કેટલીક એવી ઘટનાઓ બની છે જેમાં લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આવી જ કેટલીક ઘટનાઓ પર આપણે નજર કરીએ જ્યાં મોત પહેલા દિલ તોડનારી અંતિમ ક્ષણ કેમેરામાં કેદ થઇ ગઇ હતી.

ઘટના નંબર-1 ચીનનું ટાઇગર સફારી પાર્ક

ચીનના બૈડલિંગ વાઇલ્ડલાઇફ વર્લ્ડ ટાઇગર સફારી પાર્કમાં મહિલા પોતાના પતિ સાથે ઝઘડો કરવા માટે ગાડીમાંથી બહાર નીકળે છે.આ દરમિયાન અચાનક જ વાઘ આવીને મહિલા પર હુમલો કરે છે અને તેને ઉપાડીને જતો રહે છે. મહિલાની માતા પણ દીકરીને બચાવવા માટે પાછળ દોડે છે પણ ત્યાં સુધી તો ઘણુ મોડુ થઇ જાય છે.

ઘટના નંબર-2: મોબાઇલમાં કેદ કરેલી ક્ષણ અંતિમ ક્ષણ બની

નેપાળના પોખરામાં 15 જાન્યુઆરી 2023માં યેતિ એરલાઇન્સનું વિમાન ફ્લાઇટ 691 દુર્ઘટનાગ્રસ્ત બન્યું હતું. આ દુર્ઘટનામાં સોનુ જયસ્વાલ સહિત 72 મુસાફરના મોત થયા હતા.આ દુર્ઘટના બની તે પહેલા સોનુ જયસ્વાલ લાઇવ હતો અને પોતાની યાદગાર ક્ષણને પોતાના મોબાઇલમાં કેપ્ચર કરી રહ્યો હતો. તેને ક્યા ખબર હતી કે આ ક્ષણ તેની અંતિમ ક્ષણ બની જશે.

ઘટના નંબર-3: દિલ્હીનું પક્ષીઘર

સપ્ટેમ્બર 2014માં દિલ્હીમાં પક્ષીઘરમાં મક્સુદ નામનો એક વ્યક્તિ જાનવરને જોયા બાદ અચાનક વાઘના પાંજરામાં કુદી જાય છે. આ વીડિયો વાઘના ઘાતક હુમલા પહેલાની તેની અંતિમ ક્ષણને દર્શાવે છે. વાઘને જોઇને વ્યક્તિ પુરી રીતે ડરેલો જોવા મળે છે અને બચવા માટે મદદ માંગી રહ્યો છે પણ વાઘના પાંજરામાં કુદે કોણ? અંતે આ વ્યક્તિનું વાઘના હુમલા બાદ મોત થાય છે.

ઘટના નંબર-4: ફોર્મ્યુલા વન જીતવા નીકળેલો રેસર જિંદગીની રેસ હારી ગયો

મે, 1994માં બ્રાઝિલિયન ફૉર્મ્યુલા વન રેસર એર્ટન સેનાનું દુર્ઘટનામાં મોત થયું હતું. ઇટાલીની ઇમોલા સર્કિટ પર સૈન મેરિનો ગ્રાન્ડ પ્રીમિયરમાં આગળ  રહેતા તેની કાર કંક્રીટ બેરિયર સાથે ટકરાઇ હતી જેમાં તેનું મોત થયું હતું. આ અકસ્માત એટલો ગંભીર હતો કે ફોર્મ્યુલા વન રેસ કારના ફૂરચે ફૂરચા ઉડી ગયા હતા. ફોર્મ્યુલા વન રેસ જીતવા નીકળેલો બ્રાઝિલનો રેસર જિંદગીની રેસ હારી ગયો હતો.

ઘટના નંબર-5: વિમાનના ટેકઓફ દરમિયાન નીચે પડ્યો કિશોર

સિડની એરપોર્ટ પર ટેકઓફ દરમિયાન એક 14 વર્ષીય કિશોર પૈડાના પાછળના ભાગમાં સંતાયા બાદ વિમાનમાંથી નીચે પડી ગયો હતો. એક કેમેરામેન પોતાના કેમેરાની ટેસ્ટિંગ કરતો હતો આ દરમિયાન તેને આ ઘટનાને પોતાને કેમેરામાં કેપ્ચર કરી લીધી હતી.

ઘટના નંબર-6: વિમાનના કૉકપિટમાં જ જતો રહ્યો યુવતીનો જીવ

2022ના વીડિયો ફૂટેજમાં 22 વર્ષીય બુર્જૂ સાગલમની અંતિમ ક્ષણ કેદ છે. નાના વિમાનના કૉકપિટમાં તે બેઠેલી હતી અને પાંખ વિજળીના તાર સાથે ટકરાઇ ગયા હતા જેનાથી તેનો જીવ જતો રહ્યો હતો.

આવી જ અન્ય કેટલીક ઘટનાઓ

આ મિત્ર સેલ્ફી લેવામાં એટલા મશગુલ હતા કે તેમને ટ્રેનની સીટી સાંભળી નહતી અને દુર્ભાગ્યવશ કેટલીક ક્ષણમાં જ તેમનો જીવ જતો રહ્યો હતો.

એક ફ્રી રનર અને પાર્કૌર પ્રેમીની,પાવેલ કાશિનની અંતિમ તસવીર. જે એક બિલ્ડિંગના ટોપ પર બેક ફ્લિપ કરવાના પ્રયાસમાં  સંતુલન ગુમાવી બેઠો હતો અને તે 16માં માળેથી નીચે પડી ગયો હતો. આ ઘટનામાં તેનું મોત થયું હતું.

આ વીડિયો સ્કાઇડાઇવર મારીઓ લો વેઇનો છે. આ વીડિયોની થોડી મિનિટ પછી જ સ્કાઇડાઇવિંગ દુર્ઘટનામાં તેનું મોત થાય છે.

બ્રિટિશ સાહસિક નાથી ઓડિનસનનો આ વીડિયો છે. જ્યારે તે થાઇલેન્ડની 29 માળની બિલ્ડિંગ પરથી કુદવાનો હતો. આ દરમિયાન તેના પેરાશૂટમાં ખામી સર્જાતા તે નીચે પડ્યો હતો અને પોતાનો જીવ ગુમાવ્યો હતો.

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જૉન એફ.કેનેડી અને ફર્સ્ટ લેડી જેકલીનની તસવીર. 1963માં ડલાસ, ટેક્સાસમાં તે ઘટનાની કેટલાક સમય પહેલાની તસવીર જેને તેમનો જીવ લઇ લીધો હતો. અમેરિકાના ટેક્સાસમાં 22 નવેમ્બર, 1963માં તેમની હત્યા કરવામાં આવી હતી.

2019માં એરોફ્લોટ ફ્લાઇટ 1492 વીજળી પડ્યા બાદ ક્રેશ લેન્ડિંગ કરતા સમયે આગ લાગી હતી. આ વિમાનમાં સવાર 78 લોકોમાંથી 41 લોકોના મોત થયા હતા.

આ સમાચાર શેર કરો