VIDEO: અમદાવાદમાં ATS ના ચરસ કેસમાં સ્પેશિયલ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, આરોપીને ૨૦ વર્ષની કડક સજા!
અમદાવાદમાં ATS દ્વારા પકડાયેલા કરોડ

અમદાવાદમાં ATS દ્વારા પકડાયેલા કરોડો રૂપિયાના NDPS કેસમાં સ્પેશિયલ કોર્ટે એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. ATSની ચોક્કસ બાતમીના આધારે વાહનમાંથી જપ્ત કરાયેલા ૧ કરોડથી વધુ કિંમતના ૧૬.૫૭૫ કિલોગ્રામ ચરસની હેરાફેરી મામલે અદાલતે આરોપી સમીર અહેમદ શેખ નાગોરીને દોષિત ઠેરવ્યો છે. ગંભીર ગુના ધ્યાને રાખી સ્પેશિયલ કોર્ટે આરોપીને ૨૦ વર્ષની સખત કેદની સજા અને ૨ લાખનો દંડ ફટકાર્યો છે, તેમજ દંડ ન ભરે તો વધુ ૧ વર્ષની જેલ સજાનો આદેશ આપ્યો છે. ચુકાદા દરમિયાન અદાલતે સખત શબ્દોમાં નોંધ્યું હતું કે માદક પદાર્થોની હેરાફેરી સમાજ અને ખાસ કરીને યુવાધન માટે અતિ ગંભીર ખતરો છે. આ કેસમાં સામેલ અન્ય આરોપીઓ સામે પણ કાયદા મુજબની કડક કાર્યવાહી અલગથી ચાલુ રાખવામાં આવશે.




