VIDEO: અમદાવાદમાં હૃદયકંપાવનારો અકસ્માત: સ્કૂલ બસે યુવકને કચડ્યો
અમદાવાદના શાસ્ત્રીનગર રોડ પર પલ્લવ ચાર રસ્તા પાસે આજે બપોરે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બો

અમદાવાદના શાસ્ત્રીનગર રોડ પર પલ્લવ ચાર રસ્તા પાસે આજે બપોરે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બોપલ દિલ્હી પબ્લિક સ્કૂલની બસે ઇલેક્ટ્રિક સ્કૂટર સવાર એક અજાણ્યા યુવકને કચડી નાખતાં તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ બસ ચાલક અને કંડક્ટર માસૂમ બાળકોથી ભરેલી બસને રસ્તા પર જ મૂકીને ફરાર થઈ ગયા હતા, જેને પગલે સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો. ઘટનાની જાણ થતાં 'બી ડિવિઝન' ટ્રાફિક પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી, મૃતક યુવકની ઓળખ મેળવવા અને તેના પરિવારની ભાળ મેળવવા તપાસ તેજ કરી છે.




