VIDEO: સોમનાથ મંદિરના દ્વાર સવારે 4 વાગ્યે ખુલ્યા, હર હર મહાદેવના નાદથી ગુંજ્યુ પરિસર
પવિત્ર શ્રાવણ માસનો બીજો સોમવાર છે..ત્યારે સુપ્રિસદ્ધ સોમનાથ મહાદેવના મંદિરે વહેલી સવારથી ભક્તોનું ઘોડાપુર જોવા મ
પવિત્ર શ્રાવણ માસનો બીજો સોમવાર છે..ત્યારે સુપ્રિસદ્ધ સોમનાથ મહાદેવના મંદિરે વહેલી સવારથી ભક્તોનું ઘોડાપુર જોવા મળ્યું છે.વહેલી સવારે ચાર વાગ્યે જ મંદિરના દ્વાર ખુલતા ભક્તો મંદિરમાં પહોંચ્યા અને સમગ્ર મંદિર પરિસર હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું હતું.પગપાળા ચાલીને આવતા ભાવિક ભક્તો મોડી રાતથી જ સોમનાથ આવી પહોંચ્યા હતા.
હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું
તેમજ સોમનાથ મહાદેવના મંદિરમાં લોકમેળા જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.સમગ્ર દેશમાંથી મોટી સંખ્યામાં ભક્તોના ધસારાને લઈને મંદિર તંત્ર દ્વારા પુરતી વ્યવસ્થાઓ અને સઘન બંદોબસ્ત પણ જોવા મળ્યો.




