મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: બાગલીહાર ડેમના દરવાજા ખોલાયા

જમ્મુ અને કાશ્મીરના રામબન જિલ્લાના ચંદરકોટ ખાતે આવેલા પ્રસિદ્ધ બાગલીહાર હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર પ્રોજેક્ટના ડેમના દરવાજ

તસવીર: gstv

જમ્મુ અને કાશ્મીરના રામબન જિલ્લાના ચંદરકોટ ખાતે આવેલા પ્રસિદ્ધ બાગલીહાર હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર પ્રોજેક્ટના ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. ડેમના જળાશયમાં એકત્રિત થયેલા કાંપ અને કાદવ ને સાફ કરવાના હેતુથી પ્રશાસન દ્વારા આ વાર્ષિક પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. સામે આવેલા દ્રશ્યોમાં ડેમના દરવાજા ખુલતા જ પાણીનો પ્રચંડ વેગ જોવા મળી રહ્યો છે. ડેમમાંથી મોટા પ્રમાણમાં પાણી છોડાવાના કારણે વહીવટી તંત્ર દ્વારા ચિનાબ નદીના કાંઠાના વિસ્તારોમાં વસતા સ્થાનિક લોકોને નદી કિનારે ન જવા અને સતર્ક રહેવા માટે અગાઉથી જ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.

આ સમાચાર શેર કરો