અમદાવાદ: નહેરૂનગરમાં ફાયરિંગની ઘટનાનો ભેદ ઉકેલાયો, ભત્રીજાએ જ સોપારી આપીને હત્યા કરાવી હોવાનું ખુલ્યું
અમદાવાદના નહેરૂનગર વિસ્તારમાં શાકભાજીના વેપારી બદાજી મોદીની ફાયરિંગ બાદ હત્યાનો ભેદ ઉકેલાયો છે. અમદાવાદ પોલીસ

અમદાવાદના નહેરૂનગર વિસ્તારમાં શાકભાજીના વેપારી બદાજી મોદીની ફાયરિંગ બાદ હત્યાનો ભેદ ઉકેલાયો છે. અમદાવાદ પોલીસે મધ્ય પ્રદેશથી ફાયરિંગ કરનારા આરોપીઓને ઝડપી પાડ્યા છે.બદાજી મોદી પર તેમના ભત્રીજાએ જ ફાયરિંગ કર્યું હોવાનો ખુલાસો થયો છે.
અમદાવાદ પોલીસે ફાયરિંગ કરનારા આરોપીઓને ઝડપ્યા
અમદાવાદના નહેરૂનગર વિસ્તારમાં શાકભાજીના વેપારી પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ફાયરિંગ બાદ બદાજી મોદીને કાનની પાસે ગોળી લાગી હતી.જે બાદ તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં ફરજ પર હાજર તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.
આ પણ વાંચો: અમદાવાદમાં 48 કલાકમાં હત્યાનો બીજો બનાવ, કાગડાપીઠમાં તલવારના ઘા મારી યુવકને મોતને ઘાટ ઉતાર્યો
અમદાવાદમાં ફાયરિંગની ઘટના બાદ પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસે અલગ અલગ રીતે કામગીરી કરી આ ફાયરિંગ બદાજી મોદીના ભત્રીજા અશોક મોદીએ જ કરાવી હોવાનો ખુલાસો થયો હતો. અશોક મોદીએ સોપારી આપીને આ હત્યા કરાવી હોવાનું ખુલ્યું હતું. બન્ને ફ્રૂટનો વેપાર કરે છે. આરોપી અશોક મોદીના પિતાની પણ એક વર્ષ પહેલા હત્યા કરવામાં આવી હતી.






