VIDEO/ Ahmedabad જગન્નાથ મંદિરમાં હાથીને માર મારવાને લઈ તંત્ર દ્વારા હાથીનું પરિક્ષણ કરાયું
Ahmedabad News: જગન્નાથ મંદિર ખાતે રાખવામાં આવેલ હાથીનું તંત્ર દ્વારા ચેકીંગ કરવામાં આવ્યું હતું. જિલ્લા પશુપાલ
Ahmedabad News: જગન્નાથ મંદિર ખાતે રાખવામાં આવેલ હાથીનું તંત્ર દ્વારા ચેકીંગ કરવામાં આવ્યું હતું. જિલ્લા પશુપાલન વિભાગની ટીમો દ્વારા હાથીનું ચેકીંગ હાથ ધરાયું હતું. જેમાં ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ દ્વારા હાથીનું ચેકીંગ કરવામાં આવ્યું છે.
મળતી માહિતી પ્રમાણે, હાથીની શારીરિક અને માનસિક સ્થિતિનું ચેકીંગ કરવામાં આવ્યું છે. ફોરેસ્ટ વિભાગની ટીમે અત્યાધુનિક સેન્સર મશીન દ્વારા હાથીના વિવિધ પરિક્ષણ કર્યા હતા. હાથીની આંતરિક અને બાહ્ય ઇજાઓ તપાસ કરવામાં આવી હતી. હાથી મહાવતનો કમાન્ડ લઈ રહ્યા છે કે નઈ તેની પણ વિશેષ તપાસ કરવામાં આવી હતી.
જાહેરાત







