VIDEO: વડોદરાના ગોરવા શાક માર્કેટમાં ઓછું વજન આપવા મુદ્દે ગ્રાહકે ટોળું બોલાવી હુમલો કર્યો.. ચાર આરોપી ઝડપાયા
વડોદરાના ગોરવા શાક માર્

વડોદરાના ગોરવા શાક માર્કેટમાં વજન ઓછું આપવાના નજીવા મુદ્દે તોડફોડના બનાવમાં ચાર શખ્સોન ધરપકડ થઈ છે.... ઉશ્કેરાયેલા ગ્રાહકે ૧૫થી ૨૦ લોકોનું ટોળું બોલાવીને માર્કેટમાં ભારે આતંક મચાવ્યો હતો. આ હુમલાખોરોએ બે શાકભાજીના પથારાવાળાને ઢોર માર માર્યો હતો અને તમામ શાકભાજી રસ્તા પર ફેંકી દઈને મોટું નુકસાન પહોંચાડ્યું હતું. પોલીસે છૂટા હાથની મારામારી કરનારા શેખ સદ્દામ, શેખ સરફુદ્દીન, સુરજ વર્મા અને ધીરજ વર્મા નામના ૪ મુખ્ય આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.




