મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: વટવામાં ખાડામાં ક્રેન ખાબકી,ચોમાસા પહેલા જ રસ્તાઓની હાલત બગડી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રી-મોન્સૂન કામગીરીના મોટા

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રી-મોન્સૂન કામગીરીના મોટા-મોટા દાવાઓની પોલ ચોમાસાની શરૂઆત પહેલા જ ખુલી ગઈ છે. શહેરના વટવા વિસ્તારમાં આવેલા બીબી તળાવ પાસે રસ્તા પર પડેલા એક વિશાળ ખાડામાં આખી ક્રેન ખાબકવાની ગંભીર ઘટના સામે આવી છે.સ્થાનિકોના જણાવ્યા અનુસાર, અગાઉ આ જ જગ્યાએ એક બાઈક સવાર પણ ખાડામાં ખાબક્યો હતો. વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા આ જોખમી ખાડાનું કોઈ નક્કર સમારકામ કરવામાં આવ્યું નથી. હવે સામાન્ય દિવસોમાં જ જો આવી ભયાનક સ્થિતિ હોય, તો ભારે ચોમાસામાં અહીની જનતાનું શું થશે? તેવા તીખા સવાલો સ્થાનિક નાગરિકો તંત્ર સામે ઉઠાવી રહ્યા છે.

આ સમાચાર શેર કરો