VIDEO: કોઝ-વે ધોવાતા પ્રસૂતાને નવજાત સાથે 2 કિલોમીટર પગપાળા ચાલવું પડ્યું
એક જ વરસાદમાં કેટલાક વિસ્તારોમાં વિકાસ રાતોરાત ધોવાઈ જાય છે. એવું ક

એક જ વરસાદમાં કેટલાક વિસ્તારોમાં વિકાસ રાતોરાત ધોવાઈ જાય છે. એવું કઈક બન્યું છોટાઉદેપુરના ક્વાંટ તાલુકામા... કવાંટ તાલુકામાં અનરાધાર વરસાદને કારણે મોટી સાંકળ નજીક આવેલા ઝાલાવાડ ગામનો કોઝવે ધોવાઈ જતા રસ્તો સંપૂર્ણપણે બંધ થઈ ગયો હતો. જેના કારણે પ્રસૂતા મહિલા, તેનું નવજાત બાળક અને આરોગ્ય કર્મચારીઓ વચ્ચે સંપર્ક તૂટી ગયો હતો...જોકે, આશા વર્કર અનેઆરોગ્ય ટીમે માનવતા દાખવી પ્રસૂતા અને નવજાતને 2 કિમી પગપાળા ઘરે પહોંચાડ્યા હતા.આ કામગીરીમાં આશા વર્કર કૈલાસબેન જયરામ રાઠવા સહિત આરોગ્ય કર્મચારીઓએ ભારે વરસાદ અને મુશ્કેલ પરિસ્થિતિ વચ્ચે ફરજ પ્રત્યેની નિષ્ઠા અને માનવતાનું અનોખું ઉદાહરણ રજૂ કર્યું. જોકે, સ્થાનિકોએ પ્રાથમિક સુવિધાને લઈને સત્તાધીશો સામે રોષ પણ ઠાલવ્યો.



