મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: વીજ થાંભલા મુદ્દે ખેડૂતોનો રોષ, આંદોલન ચાલુ રાખવાની આપી ચીમકી

આમોદ તાલુકાના 11 ગામના ખેડૂતોની મામલતદાર કચેરી ખાતે બેઠક યોજાઈ

તસવીર: gstv

આમોદ તાલુકાના 11 ગામના ખેડૂતોની મામલતદાર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી. વીજ થાંભલા મુદ્દે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો અને ખેડૂતોએ સખત વિરોધ નોંધાવ્યો હતો. મામલતદારે MIC કમિટી બનાવવા ખેડૂતોના પ્રતિનિધિઓના નામ માંગ્યા હતા, પરંતુ ખેડૂતોએ કમિટી બનાવવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. ખેડૂતોનું કહેવું છે કે સમગ્ર ગુજરાતના ખેડૂતોની એકસરખી માંગણીઓ સ્વીકારાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવામાં આવશે. વીજ થાંભલા મુદ્દે આમોદ તાલુકાના ખેડૂતો પણ આંદોલનમાં જોડાયા છે.

આ સમાચાર શેર કરો