મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: જામનગરના વાવડીમાં વીજલાઈનના વિરોધમાં ખેડૂતોની છાવણી, 7 ખેડૂતો ઉપવાસ પર ઉતર્યાં

જામનગર જિલ્લાના વાવડી ગામે વીજલાઈનના કામમા મનમાની સામે ખેડૂતોએ વાવણી

તસવીર: gstv

જામનગર જિલ્લાના વાવડી ગામે વીજલાઈનના કામમા મનમાની સામે ખેડૂતોએ વાવણી ટાણે છાવણી શરૂ કરી છે. ગામના ખરાબા અને મંદિરની જગ્યામાં વીજપોલ મુદ્દે ગ્રામ પંચાયતની માગ પૂર્ણ ન થતા સ્થાનિકોએ કામ અટકાવ્યું હતુ. બે દિવસ પહેલા 200થી વધુ લોકોની અટકાયત બાદ 7 ખેડૂતો ઉપવાસ પર ઉતર્યાં છે. સરપંચ સહિત ખેડૂતોની માગ છે કે, જ્યાં સુધી તેમની માગ પણ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી તેઓ નહી હટે..ગ્રામજનોએ બેન્ડ બાજા સાથે ઉપવાસ પર બેસનાર ખેડૂતોની રેલી કાઢી હતી અને મંદિરની જગ્યા પર  જ છાવણી શરૂ કરવામાં આવી. આ છાવણીને જામનગર અને જોડિયા તાલુકાના અસરગ્રસ્ત ગામોએ પણ સમર્થન આપ્યું છે. ધીરે ધીરે જિલ્લાના અન્ય ગામો અને અન્ય જિલ્લાના ખેડૂતો પણ છાવણીના સમર્થનમાં પહોંચી રહ્યાં છે.

આ સમાચાર શેર કરો