મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમરેલી પાલિકા પ્રમુખે કચરો-ગંદકી મુદ્દે અધિકારીઓને ખખડાવ્યા

અમરેલી ભાજપ શાસિત પાલિકા પ્રમુખ વૈશાલી માંગરોળિયાનો અધિકારીઓને ખખડ

તસવીર: gstv

અમરેલી ભાજપ શાસિત પાલિકા પ્રમુખ વૈશાલી માંગરોળિયાનો અધિકારીઓને ખખડાવતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીની તૈયારીઓ વચ્ચે મુખ્યમંત્રીના રૂટ પર કચરાના ઢગલા અને ગંદકી જોવા મળતા પ્રમુખ નારાજ થયા હતા. તેમણે ચીફ ઓફિસર અને આરોગ્ય વિભાગના અધિકારીઓને સ્થળ પર બોલાવીને ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો. અધિકારીઓ ગાંઠતા ન હોવાની ફરિયાદ સાથે પાલિકા પ્રમુખે અમરેલીના ધારાસભ્ય અને ઉર્જામંત્રીને ફોન કર્યો હતો. જોકે, બીજા દિવસે પાલિકા એડિશનલ કમિશનરે સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું. 

આ સમાચાર શેર કરો