મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: માઉન્ટ આબુમાં માઇનસ 4 ડિગ્રીએ પહોચ્યું તાપમાન, બરફની મજા માણતા જોવા મળ્યા પ્રવાસીઓ

ગુજરાતની નજીક ગણાતા એકમાત્ર હિલસ્ટેશન માઉન્ટ આબુમાં ઠંડીનો તીવ્ર ચમકારો જોવા મળી રહ્યો છે. માઉન્ટ આબુમાં મા

ગુજરાતની નજીક ગણાતા એકમાત્ર હિલસ્ટેશન માઉન્ટ આબુમાં ઠંડીનો તીવ્ર ચમકારો જોવા મળી રહ્યો છે. માઉન્ટ આબુમાં માઇનસ 4 ડિગ્રીએ તાપમાન પહોંચ્યું છે. વાહનો પર બરફની ચાદર જામતા વાહનચાલકો બરફ હટાવતા જોવા મળ્યા હતા.

માઉન્ટ આબુમાં માઇનસ 4 ડિગ્રીએ પહોચ્યું તાપમાન

માઉન્ટ આબુમાં મોટી સંખ્યામાં પર્યટકો ઠંડીનો નજારો માણવા માટે પહોંચી ગયા છે. શનિવાર-રવિવારની રજા હોવાથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ માઉન્ટ આબુમાં જોવા મળી રહ્યાં છે. માઉન્ટ આબુમાં ઠંડીનો તીવ્ર ચમકારો જોવા મળ્યો છે. માઇનસ 4 ડિગ્રીએ તાપમાન પહોંચતા ટુ વ્હીલર અને ફોર વ્હીલર કાર ઉપર પણ બરફની ચાદર જામી ગઇ હતી.

આ પણ વાંચો: યુવક નદી કિનારે કરી રહ્યો હતો મોર્નિંગ વોક, પગમાં કંઈક અથડાયું, મળ્યો એવો ખજાનો કે બધા જોતા જ રહી ગયા 

માઉન્ટ આબુના પોલો ગ્રાઉન્ડ વિસ્તારમાં ઘાસ ઉપર પણ બરફની ચાદર જામી ગઇ હતી જેમાં પ્રવાસીઓ ફરતા જોવા મળ્યા હતા. કડકડતી ઠંડીને કારણે જનજીવન પ્રભાવિક થયું હતું. ઠંડીથી બચવા માટે લોકોએ તાપણાનો સહારો લીધો હતો.

આ સમાચાર શેર કરો