VIDEO: પીએમ મોદીના જન્મદિવેસ ભાજપના ‘સેવા સંકલ્પ’ અને ‘આશીર્વાદ કા દીયા’ કાર્યક્રમ પર તેજસ્વીનો કટાક્ષ
પટનામાં વિપક્ષના નેતા તેજસ્વી યાદવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીન

પટનામાં વિપક્ષના નેતા તેજસ્વી યાદવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ભાજપ દ્વારા આયોજિત ‘સેવા સંકલ્પ અભિયાન’ અને ‘આશીર્વાદ કા દીયા’ કાર્યક્રમ પર આકરા પ્રહારો કર્યા છે. બિહારમાં સર્જાયેલી ગંભીર પૂરા હોનારતનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું કે રાજ્યમાં લાખો લોકો પૂરની વિકટ પરિસ્થિતિથી પીડાઈ રહ્યા છે, મોંઘવારી અને બેરોજગારી ચરમસીમાએ છે. ભાજપ સરકાર પૂરપીડિતોને મદદ કરવાના બદલે વડાપ્રધાનના પ્રચાર અને ઉત્સવ પાછળ કરોડો રૂપિયા વેડફી રહી છે. તેજસ્વી યાદવે સરકારની નીતિઓની સખત ટીકા કરતા પૂછ્યું કે આવા સંકટના સમયે મદદ કરવાને બદલે દીવા પ્રગટાવવાનો કાર્યક્રમ યોજવો એ જનતાની મુશ્કેલીઓની ઘોર ઉપેક્ષા દર્શાવે છે.




