મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: એરફોર્સમાં નોકરી અને ક્રિકેટમાં સિલેક્શન બતાવી વિદ્યાર્થીઓ સાથે ૪.૪૮ લાખની છેતરપિંડી આચરી શિક્ષક ફરાર

અમદાવાદની પ્રખ્યાત ગુજરાત કોલેજમાં પ

તસવીર: gstv

અમદાવાદની પ્રખ્યાત ગુજરાત કોલેજમાં પીટી શિક્ષક તરીકે ફરજ બજાવતા પ્રગ્નેશ બારહટ નામના શખ્સે વિદ્યાર્થીઓ સાથે લાખો રૂપિયાની ઠગાઈ આચરી છે. માર્ચ 2026માં નોકરીએ જોડાયેલા આ શિક્ષકે માત્ર 15 દિવસમાં વિદ્યાર્થીઓને એરફોર્સમાં નોકરી અને સ્ટેટ લેવલ ક્રિકેટમાં સિલેક્શન અપાવવાની લાલચ આપી દરેક પાસેથી 40 થી 50 હજાર રૂપિયા પડાવ્યા હતા. કુલ 4.48 લાખ રૂપિયાની છેતરપિંડી આચરી તે નોકરી છોડીને ફરાર થઈ ગયો હતો. એલિસબ્રિજ પોલીસ મથકે ગુનો નોંધાયા બાદ તપાસ દરમિયાન આરોપી અંજાર ખાતેથી ઝડપાઈ ગયો છે. ઓનલાઈન સટ્ટાની કુટેવ ધરાવતા આ આરોપી સામે અગાઉ રાજકોટ, ગાંધીનગર અને અમદાવાદમાં પણ ગુના નોંધાયેલા છે.

આ સમાચાર શેર કરો