મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અંકલેશ્વરમાં કલેક્ટરની અધ્યક્ષતામાં તાલુકા સ્વાગત કાર્યક્રમ, ૧૬ અરજીઓનો નિકાલ

ભરૂચ જિલ્લા કલેક્ટર ડૉ. નવનાથ ગવહાણેની અધ્યક્ષતામાં અંક

તસવીર: gstv

ભરૂચ જિલ્લા કલેક્ટર ડૉ. નવનાથ ગવહાણેની અધ્યક્ષતામાં અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. રાજ્યના નાગરિકોના પ્રશ્નોનું સ્થાનિક કક્ષાએ ઝડપી અને અસરકારક નિકાલ લાવવાના ઉદ્દેશથી આયોજિત આ કાર્યક્રમમાં પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા અને મામલતદાર રાજન વસાવા સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત અરજદારોને રૂબરૂ સાંભળીને રજૂ કરવામાં આવેલી તમામ ૧૬ અરજીઓનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો.

આ સમાચાર શેર કરો