VIDEO: અંકલેશ્વરમાં અષાઢી બીજે મંત્રી ઈશ્વરસિંહ પટેલે પ્રસ્થાન કરાવી ભગવાન જગન્નાથની ૨૪મી રથયાત્રા
ભરૂચનાઅંકલેશ્વરના ભરૂચીનાકા વિસ્તારમાં આવેલ જગન્નાથજી મં

ભરૂચનાઅંકલેશ્વરના ભરૂચીનાકા વિસ્તારમાં આવેલ જગન્નાથજી મંદિર ખાતેથી અષાઢી બીજના પાવન અવસરે ૨૪મી રથયાત્રા ભક્તિભાવપૂર્વક યોજાઈ હતી. રાજ્યના જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલે વિધિવત્ પૂજન-અર્ચન કરી રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી સજાવેલા રથમાં નગરચર્યાએ નીકળતા દર્શન માટે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. સમગ્ર રૂટ 'જય જગન્નાથ'ના નાદથી ગુંજી ઉઠ્યો હતો. આ યાત્રામાં મુસ્લિમ સમાજના આગેવાનો પણ જોડાતા કોમી એકતાના દર્શન થયા હતા. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી.




