VIDEO: અંકલેશ્વરમાં તંત્રની ઘોર બેદરકારી: કાદવ-કીચડ વચ્ચેથી અંતિમયાત્રા કાઢવા સ્થાનિકો મજબૂર
સોર્સ : gstv
ભરૂચના અંકલેશ્વરના સુરતી ભાગોળ વિસ્તારમાં ગંદકી અને કાદવ-કીચડના સામ્રાજ્યને કારણે સ્થાનિકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. વરસાદ બાદ રસ્તાઓની સ્થિતિ એટલી હદે બિસ્માર બની ગઈ છે કે એક અંતિમયાત્રા દરમિયાન મહિલાઓ સહિતના લોકોને કાદવ વચ્ચેથી પસાર થવાની ફરજ પડી હતી. આ શરમજનક સ્થિતિને પગલે સ્થાનિકોમાં તંત્ર સામે ભારે રોષ ફેલાયો છે. લોકોનો આક્ષેપ છે કે વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી. આ માર્ગ જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગ હેઠળ આવતો હોવાનું ખુલ્યું છે. સ્થાનિકોએ ચીમકી આપી છે કે જો વહેલી તકે સફાઈ અને સમારકામ નહીં થાય તો ઉગ્ર વિરોધ કરાશે.

