VIDEO : અંકલેશ્વરમાં ભંગારના ગોડાઉનમાં આગ કોઈ જાનહાનિ નહિ
સોર્સ : Gstv
અંકલેશ્વરના બાકરોલ ઓવરબ્રિજ નજીક ભંગારના ગોડાઉનમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો. અંકલેશ્નરના બાકરોલ હાઇવે ઓવરબ્રિજ પાસે આવેલા પ્લાસ્ટિક અને કેમિકલ વેસ્ટનો જથ્થો હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આ સ્થિતિના કારણે ભારે નાસભાગ મચી જવા પામી હતી. આગ ગોડાઉનની બાજુમાં આવેલા શ્રમજીવી પરિવારોના ઝૂંપડામાં ફેલાતા અનેક ઘરવખરીનો સામાન બળીને ખાક થઈ ગયો. ફાયર વિભાગની ટીમે ભારે મહેનત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. સદ્ભાગ્યે કોઈ જાનહાનિ થઈ નથી. પોલીસે આગના કારણની તપાસ શરૂ કરી છે.

