VIDEO: અંકલેશ્વરમાં જગન્નાથની 24મી રથયાત્રાને લઈને તૈયારીઓ પૂર્ણ, ભક્તોમાં ઉત્સાહ
ભરૂચના અંકલેશ્વરમાં નીકળનારી ભગવાન જગન્નાથી રથયાત્રાને લઈને

ભરૂચના અંકલેશ્વરમાં નીકળનારી ભગવાન જગન્નાથી રથયાત્રાને લઈને તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવ્યો છે.. ભરૂચીનાકા પાસે હરિદર્શન સોસાયટી પાસેના જગન્નાથજી મંદિરથી આ વર્ષે 24મી રથયાત્રા છે.જેને લઈને ભક્તોમાં ઉત્સાહ છે...મંદિર ખાતે રથયાત્રા પૂર્વે પૂજા અર્ચના અને આરતી નું આયોજન કરવામાં આવ્યું છે..જે બાદ ભજન કીર્તન સાથે રથયાત્રાનું પ્રસ્થાન થશે.શહેર ના વિવિધ વિસ્તારોમાં ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાજી પરિભ્રમણ કરશે. ત્યારે આયોજકો દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી છે અને ભગવાન જગન્નાથજી ની રથયાત્રામાં પધારવા આમંત્રણ પાઠવ્યું છે..




