VIDEO: કદવાલમાં તલાટીઓની હડતાળથી ગ્રામીણ વહીવટ ઠપ્પ, સરપંચોમાં રોષ!
છોટાઉદેપુર જિલ્લાના કદવાલ તાલુકામાં તલાટી કમ મંત્રીઓની હડતાળના કારણે ગ્રામ્ય વહીવટ

છોટાઉદેપુર જિલ્લાના કદવાલ તાલુકામાં તલાટી કમ મંત્રીઓની હડતાળના કારણે ગ્રામ્ય વહીવટી કામગીરી ગંભીર રીતે પ્રભાવિત થઈ છે. જાતિ અને આવકના દાખલા, પેઢીનામા તથા શૈક્ષણિક પ્રમાણપત્રો સમયસર ન મળતા વિદ્યાર્થીઓ અને ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે. આ સમસ્યાને લઈને કદવાલ તાલુકા સરપંચ સંઘે મામલતદાર કચેરીએ પહોંચી ઉગ્ર રજૂઆત કરી હતી અને આવેદનપત્ર પાઠવ્યું હતું. સરપંચોનો આક્ષેપ છે કે વૈકલ્પિક વ્યવસ્થાનો આદેશ હોવા છતાં તેનો અમલ થયો નથી. આ મામલે સત્વરે યોગ્ય વ્યવસ્થા ઊભી કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચેતવણી પણ ઉચ્ચારવામાં આવી છે.




