VIDEO:મૃત્યુઆંક વધવાની આશંકાએ તંત્ર એલર્ટ
મહારાષ્ટ્રના પુણે અને પિંપરીચિંચવડ વિસ્તારમાં ઝેરી દારૂ પીવાથી કુલ 15 જેટલા લોકોના કરુણ મોત થતા સમગ્ર રાજ્યમાં ખળ

મહારાષ્ટ્રના પુણે અને પિંપરીચિંચવડ વિસ્તારમાં ઝેરી દારૂ પીવાથી કુલ 15 જેટલા લોકોના કરુણ મોત થતા સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચી ગયો છે. અહેવાલો મુજબ, પિંપરીચિંચવડના ફુગેવાડી અને દાપોડી તેમજ પુણેના હડપસર અને કાલે પડલ વિસ્તારમાં આ જીવલેણ ઘટના બની હતી, જેમાં ભોગ બનનારાઓને હોસ્પિટલ પહોંચે તે પહેલા જ મોંમાંથી ફીણ નીકળવા જેવી ગંભીર અસરો થઈ હતી. તપાસમાં બહાર આવ્યું છે કે આ દારૂમાં મિથેનોલ કે અન્ય ઝેરી કેમિકલનું મિશ્રણ હોવાની શક્યતા છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ મામલે કડક તપાસના આદેશ આપ્યા છે.જેના પગલે પોલીસે મુખ્ય આરોપી યોગેશ વાનખેડે સહિત કુલ 8 લોકોની ધરપકડ કરી છે. હાલ અનેક લોકોની હાલત હજુ પણ ગંભીર હોવાથી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને પોલીસ આ ગેરકાયદેસર નેટવર્કને તોડી પાડવા સઘન સર્ચ ઓપરેશન ચલાવી રહી છે.




