VIDEO: પાટણમાંથી 3.92 લાખથી વધુની કિંમતનું શંકાસ્પદ ઘી ઝડપાયું, 7 વેપારી નજરકેદ
ગુજરાતભરમાંથી ફુડ એન્ડ સેફ્ટી વિભાગ દ્વારા નકલી ખાદ્યસામગ્રીનું વેચાણ તથા ઉત્પાદન કરતા
ગુજરાતભરમાંથી ફુડ એન્ડ સેફ્ટી વિભાગ દ્વારા નકલી ખાદ્યસામગ્રીનું વેચાણ તથા ઉત્પાદન કરતાં સ્થળો પર સતત રેડ પાડીને કાર્યવાહી કરવામાં આવી રહી છે. રાજકોટ, અમદાવાદ, બનાસકાંઠા અને મહેસાણા બાદ હવે પાટણમાં નકલી ઘી પર SOGની તવાઈ જોવા મળી છે.
પાટણ SOGએ ફરી એક વાર શંકાસ્પદ ઘી ઝડપી પાડ્યું છે. ખાનગી ટ્રાવેલ્સમાં ભેળસેળ યુક્ત ઘીની હેરાફેરીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ મામલે શંકાસ્પદ ઘીના ૧૦૫ ડબ્બા ઝડપી કાર્યવાહી કરી આશરે રૂ ૩.૯૨ લાખથી વધુ ઘીનો ભેળસેળયુક્ત જથ્થો સીઝ કરવામાં આવ્યો છે. આ ભેળસેળિયું ઘી પાટણથી મુંબઈ પહોંચે તે પહેલાં જ SOGએ રેડ કરી તેને ઝડપી પાડ્યું હતું. ખાનગી ટ્રાવેલ્સમાં ફરી એકવાર ભેળસેળ યુક્ત ઘીના ડબ્બા ઝડપાયા છે. આ શંકાસ્પદ ઘીને મામલે SOGએ ૭ વેપારીઓને નજરકેદ કર્યા છે.




