VIDEO: સુરેન્દ્રનગર: સરકારી નોકરીની લાલચ આપી લાખોની ઠગાઈ કરતી ટોળકી ઝડપાઈ
સુરેન્દ્રનગરમાં રેલવે અને પોસ્ટ ઓફિસમાં સરકારી નોકરી અપાવવાના ન

સુરેન્દ્રનગરમાં રેલવે અને પોસ્ટ ઓફિસમાં સરકારી નોકરી અપાવવાના નામે ૧૦થી વધુ યુવાનો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી આચરનાર ટોળકીનો પર્દાફાશ થયો છે. પોલીસે મુખ્ય સૂત્રધાર કેતન પનારાની અમદાવાદથી ધરપકડ કરી છે, જેમાં તેના સસરા સહિત અન્ય એક શખ્સ પણ સામેલ છે…ઉમેદવાર દીઠ રૂ. ૧૩ થી ૧૪ લાખ માગનાર આ ટોળકીએ અત્યાર સુધીમાં રૂ.૨૩.૨૪ લાખ ઓળવી લીધા હોવાનું ખૂલ્યું છે. આરોપી ઓનલાઈન ગેમિંગમાં રકમ હારી જતાં મજૂર અને કડિયા કામ કરતા ગરીબ પરિવારના સંતાનોને નિશાન બનાવતો હતો. પોલીસ અને એએસપી વૈદિકા બિહાનીએ અન્ય ભોગ બનનાર યુવકોને જોરાવરનગર પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા અપીલ કરી છે




