મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરેન્દ્રનગર: જ્યોતિપૂરા ગામનું તળાવ ફાટ્યું, ૨૦૦થી વધુ મકાનો પ્રભાવિત, ગ્રામજનોને હાલાકી પડી

સુરેન્દ્રનગર જિલ્લાના જ્યોતિપૂરા ગામે ઉપરવાસમાં પડેલા ભારે

તસવીર: gstv

સુરેન્દ્રનગર જિલ્લાના જ્યોતિપૂરા ગામે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે તળાવમાં અચાનક પાણીનો પ્રવાહ વધતાં તળાવ ફાટી ગયું છે. તળાવના પાણીથી જ્યોતિપૂરા અને વિઠલગઢ સહિતના આસપાસના ગામોમાં પાણી ભરાઈ ગયા છે.આ અકસ્માતમાં ૨૦૦થી વધુ મકાનો પ્રભાવિત થયા છે. ગ્રામજનોની ઘરવખરી તથા માલઢોરના ઘાસચારાને નુકસાન થયું છે. ગ્રામજનોએ તંત્રને તાત્કાલિક મદદની માંગ કરી છે.પ્રશાસને ઘટનાસ્થળે તપાસ શરૂ કરી છે અને પ્રભાવિતોને સહાય પૂરી પાડવા માટે કામગીરી હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો