VIDEO: સુરેન્દ્રનગર: ત્રિવેણી ઠાગા ડેમ ૧૦૦ ટકા ભરાયો, ઓવરફ્લો થયો
સુરેન્દ્રનગરમાં ભારે વરસાદને પગલે ત્રિવેણી ઠાગા ડેમ સંપૂર્ણ ભરાઈ ગયો છે. ડેમની સપાટી ૧૭ ફૂટે પહોંચતા

સુરેન્દ્રનગરમાં ભારે વરસાદને પગલે ત્રિવેણી ઠાગા ડેમ સંપૂર્ણ ભરાઈ ગયો છે. ડેમની સપાટી ૧૭ ફૂટે પહોંચતા ઓવરફ્લો થયો છે. ડેમમાં ૧૭૬ ક્યુસેક પાણીની આવક-જાવક નોંધાઈ છે.ડેપ્યુટી કલેક્ટર હરેશ મકવાણાએ ડેમની સ્થળ પર મુલાકાત લઈ સમીક્ષા કરી છે. ડાકવડલા, રાજપરા, ખાટડી, શેખલીયા, મેવાસા અને લામાકોટડી ગામોને એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે.નાયબ કલેક્ટરે નાગરિકોને નદીના પટમાં અવરજવર ન કરવા અને માલ-મિલકત સુરક્ષિત સ્થાને રાખવા અપીલ કરી છે. સરપંચ અને તલાટીઓને નદીકાંઠે સતત નજર રાખવા આદેશ આપવામાં આવ્યા છે. વહીવટી તંત્ર સતર્ક છે.




