VIDEO : ઉપરવાસમાં વરસાદથી સુરતની કીમ નદી બની ગાંડીતૂર

Surat news: ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે સુરતની કીમ નદીમાં પાણીની ભારે આવક નોં

Surat news: ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે સુરતની કીમ નદીમાં પાણીની ભારે આવક નોંધાઇ છે. કીમ નદીએ પોતાની ભયજનક સપાટી વટાવી દીધી છે. કીમ નદી પાણીના પ્રવાહને કારણે ગાંડીતૂર બનતા વેલાછા તેમજ શેંઠી ગામને જોડતા માર્ગો પર પાણી ફરી વળ્યા છે. સાથે જ શેંઠી ગામે આવેલો કીમ નદી પરનો બેરલ બ્રિજ પણ પાણીમાં ગરકાવ થયો છે. જેના પગલે ગામવાસીઓને અવર-જવરમાં ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. બ્રિજ પાણીમાં ગરકાવ થતાં નોકરીયાત વર્ગને નોકરી પર જવા માટે 20 કિમીનો ચકરાવો ફરવાની નોબત આવી છે. ત્યારે હાઈ બેરલ બ્રિજ કરવાની ગ્રામજનોની માંગ છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત