મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરત / બારડોલી નગરપાલિકાના પ્રમુખ પદે નીલમ વ્યાસની નિમણૂક

સુરત જિલ્લાની બારડોલી નગરપાલિકામાં આગામી પ્રથમ અઢી વર્ષના કાર્યકાળ માટે પ્રમુખ પદે નીલમબે

તસવીર: gstv

સુરત જિલ્લાની બારડોલી નગરપાલિકામાં આગામી પ્રથમ અઢી વર્ષના કાર્યકાળ માટે પ્રમુખ પદે નીલમબેન વ્યાસના નામની જાહેરાત કરાઈ હતી, જ્યારે ઉપપ્રમુખ પદે મીનેશભાઈ પટેલની વરણી કરવામાં આવી હતી. પક્ષ તરફથી મેન્ડેટ જાહેર કરાયા બાદ પ્રાંત અધિકારીની સીધી દેખરેખ અને હાજરીમાં પ્રમુખ તેમજ ઉપપ્રમુખની સત્તાવાર ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ બેઠકમાં પ્રમુખ-ઉપપ્રમુખ ઉપરાંત કારોબારી અધ્યક્ષ, શાસક પક્ષના નેતા અને દંડક સહિતના વિવિધ મહત્વના હોદ્દેદારોની પણ નિમણૂક કરવામાં આવી હતી.

આ સમાચાર શેર કરો