VIDEO: સુરત: વીઆઈપી રોડ પર બાંધકામ દરમિયાન ડી-વોલ ધસી પડી, બિલ્ડરને ₹4 લાખની પેનલ્ટી
સુરતમાં અધિકારીઓ અને બિલ્ડરની બેદરકારીના કારણે લોકોના જીવ જોખમમાં મુકાયા છે.

સુરતમાં અધિકારીઓ અને બિલ્ડરની બેદરકારીના કારણે લોકોના જીવ જોખમમાં મુકાયા છે. VIP રોડ પર સુપ્રિયા હાઇટ્સની બાજુમાં વરસાદ દરમિયાન પણ ખોદકામ ચાલુ રખાતા ડી-વોલ ધસી પડી હતી, જેનાથી આસપાસના રહીશોમાં ભારે ભયનો માહોલ ફેલાયો હતો. ઘટનાની જાણ થતાં પાલિકાની ટેક્નિકલ ટીમ દોડી આવી હતી અને માટી પુરાણની કામગીરી શરૂ કરાવી હતી. આ ગંભીર લાપરવાહી બદલ પાલિકાએ બિલ્ડરને રૂપિયા ૪ લાખની પેનલ્ટી ફટકારી કાયદેસરની નોટિસ આપી છે.




